સિક્કિમમાં શહીદ થયેલાં સેનાના 16 જવાનોના પરિવારોને પૂજ્ય મોરારી બાપૂએ રૂ. 25-25 હજારની આર્થિક સહાય જાહેર કરી

થોડાં દિવસ પહેલાં ઉત્તરી સિક્કિમમાં જેમામાં સેનાના એક ટ્રક તીવ્ર વળાંક ઉપર આગળ વધતી વખતે ખાઇમાં પડીને દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. આ ઘટનામાં ભારતીય સેનાના 16 જવાનો શહીદ થયાં હતાં. ભારતના વીર સપૂતોને વિનમ્ર શ્રદ્ધાંજલી પાઠવા પરમ પૂજ્ય મોરારી બાપૂએ આજે તેમની વ્યાસપીઠ ઉપરથી દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ 16 જવાનોના પરિવારોને રૂ. 25-25 હજારની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી.
પૂજ્ય બાપૂએ જણાવ્યું હતું કે, માં ભારતનીની સેવા કરતાં આપણા વીર જવાનોના જીવન ખૂબજ અમૂલ્ય છે અને તેને નાણાકીય સહાયથી ભરપાઇ કરવું અશક્ય છે. તેમ છતાં તેમના પરિવારજનો પ્રત્યે લાગણી વ્યક્ત કરતાં આર્થિક સહાય જાહેર કરાઇ છે.