પે તમાશા પ્રસ્તુત ગુજરાતી ફિલ્મ ‘મારા પપ્પા સુપરહીરો’ થિયેટરોમાં સફળતાપૂર્વક ચાલી રહી છે

પે તમાશા એ એક હબ છે જે ફિલ્મ નિર્માતાઓને રોકાણકારો સાથે જોડે છે અને ફિલ્મ ફંડિંગ માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે. પ્રોડક્શન હાઉસિસ, OTT પ્લેટફોર્મસ અને ડિજિટલ ડિસ્ટ્રિબ્યુશન ચેનલોના નેટવર્ક સાથે, ગુજરાતી ફિલ્મ મારા પપ્પા સુપરહીરો પે તમાશા પ્રસ્તુત ફિલ્મોમાંની એક છે.

મારા પપ્પા સુપરહીરો (માય ફાધર સુપરહીરો) એ 9 વર્ષની છોકરીના તેના પિતા સુપરહીરો છે તે સ્થાપિત કરવા માટેના સંઘર્ષ વિશેની વાત છે. આ ફિલ્મ ગરીબ પરિવારમાંથી આવતી કંકુની આસપાસ ફરે છે, જેના માતા-પિતા શેરી વિક્રેતા છે. જ્યારે તેના માતા-પિતા કામ પર જતા, ત્યારે કંકુ તેના કાકા સાથે રહેતી જે એક વિલામાં કેર ટેકર તરીકે કામ કરે છે. કંકુને એ વિલાના માલિકની 12 વર્ષની પુત્રી કિયારા સાથે મિત્રતા છે. કિયારા કાર્ટૂનની ફેન છે અને તેને ટીવી ચેનલો પર સુપરહીરોના કાર્ટૂન જોવાનું પસંદ છે. આવા જ એક દિવસે, જ્યારે કંકુ કિયારા સાથે રમવા આવે છે; કિયારા તેને કહે છે કે તેને સુપરહીરોઝ બહુ જ ગમે છે ને તેના પિતા એક સુપરહીરો છે. આ વિચાર કંકુના મનમાં રહી જાય છે.

ડૉ. દર્શન અશ્વિન ત્રિવેદી દ્વારા નિર્દેશિત અને રામ મોરી દ્વારા લિખિત આ ફિલ્મમાં અભિનય બેંકર, શ્રદ્ધા ડાંગર, રેવંતા સારાભાઈ અને ભૂષણ ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે.આ સાથે ભવ્ય સિરોહી, ભરત ઠક્કર, પ્રિયંકા રાજા અને જાનુષી ઓઝા પણ સહાયક ભૂમિકામાં છે. સેફ્રોન એન્ટરટેઈનમેન્ટ હેઠળ નિર્મિત તેજસ્વી વિદ્યુત બુચ, મિલાપસિંહ જાડેજા અને યુટી રાવ દ્વારા નિર્મિત આ ફિલ્મના સહ નિર્માતા બુર્જિન ઉનવાલા, નિશિથ મહેતા અને ડૉ. દર્શન અશ્વિન ત્રિવેદી છે.

તાજેતરમાં PVR ખાતે તમામ સ્ટાર કાસ્ટની હાજરીમાં એક્સક્લુઝિવ સ્ક્રીનિંગ સાથે ફિલ્મની ભવ્ય શરૂઆત થઈ હતી. આ ફિલ્મે ઘણા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં પુરસ્કારો મેળવ્યા છે. આ ફિલ્મ 19મી જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રીલિઝ થઈ અને સફળતાપૂર્વક ચાલી રહી છે અને દર્શકોનો અદભૂત પ્રતિસાદ મળી રહ્યો છે.

Trailer: https://youtu.be/Sr6sNYUCmXM?si=9gV6lcVwMHZ3UYm2