અજય’સ એ નવસારીમાં અત્યાધુનિક ફૂડ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું

સુરત: દરેક વ્યક્તિને ગુણવત્તાયુક્ત આહાર વ્યાજબી કિંમતે ઉપલબ્ધ કરાવવાના મીશન સાથે અજય’સના ઝડપી વૃદ્ધિ સાધતા અને વિશ્વસનીય ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ (QSR) ચેઇને નવસારીમાં તેની અત્યાધુનિક ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ નવી સુવિધા 1.50 લાખ ચોરસફૂટ વિસ્તારમાં ફેલાયેલી છે, જેમાં ઉત્પાદનનો વિસ્તાર 44,000 ચોરસફૂટ જેટલો થવા પામે છે. આ ફેક્ટરીમાં કોલ્ડ કોફી, બર્ગર બન, પિઝા બ્રેડ, માયોનિઝ, બર્ગર પેટી અને પિઝા સોસ જેવી પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરાશે. તે 200થી વધુ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો પ્રદાન કરશે.
આ પ્રસંગે અજય’સ ગુડ ફૂડ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક ડાયરેક્ટર જયદીપ સોલંકીએ જણાવ્યું હતું કે, અમે અમારી ગુડ ફૂડ ફેક્ટરીનું ઉદ્ઘાટન કરતાં ઉત્સાહિત છીએ, જે ફાસ્ટ ફૂડ જોઇન્ટથી શરૂ કરીને દેશમાં અગ્રણી ક્યુએસઆર ચેઇન સુધીની અમારી સફરમાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. દેશના લોકોને ઉચ્ચ-ગુણવત્તાયુક્ત આહાર વ્યાજબી કિંમતે પ્રદાન કરવાની અમારી કટીબદ્ધતાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. અમારું માનવું છે કે ફેક્ટરીથી અમે સ્પર્ધકોથી આગળ રહી શકીશું તથા અમારા ગ્રાહકોની ઉભરતી ફૂડ ચોઇસને પૂર્ણ કરીશું.
તેમણે ઉમેર્યું હતું કે, નવસારીમાં અમે વર્ષ 2014માં અમારું પ્રથમ આઉટલેટ લોંચ કર્યું હતું અને ત્યારથી અમારું મીશન દરેક વ્યક્તિને વ્યાજબી કિંમતે સારો આહાર પૂરો પાડવાનું છે. દેશના 37 શહેરોમાં 126 આઉટલેટ્સ સાથે અજય’સ હાઇજેનિક અને પોકેટ-ફ્રેન્ડલી કોલ્ડ કોફી, બર્ગર અને પિઝા ઇચ્છતા દરેક વ્યક્તિ માટે ગો-ટુ-ડેસ્ટિનેશન બન્યું છે. અમારી નવી ફેક્ટરીથી અમે ઘણી પ્રોડક્ટ્સના ઉત્પાદનને વધુ સ્ટાન્ડર્ડાઇઝ કરી શકીશું તેમજ વધુ ઝડપી વૃદ્ધિ માટે સક્ષમ બનીશું.
ભારતમાં ક્યુએસઆર ઇન્ડસ્ટ્રીને પુનઃવ્યાખ્યાયિત કરવાના વ્યાપક મીશનમાં અજય’સ ની સાફલ્યગાથા એક શરૂઆત છે. ગુણવત્તાયુક્ત સામગ્રી, હાઇજેનિક આઉટલેટ્સ અને ઝડપી સર્વિસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરતાં તેણે દેશભરમાં ક્યુએસઆરમાં નવા ધોરણો સ્થાપિત કર્યાં છે. તે ભારતમાં વૈવિધ્યસભર ફૂડ સેક્ટરને વધુ સર્વગ્રાહી બનાવી રહ્યું છે.
જોકે, અજય’સ એક સફળ ક્યુએસઆર ચેઇનથી પણ વિશિષ્ટ છે. અજય’સ ખાતે ભારતના યુવાનોને સક્ષમ કરવા તથા ભારતીય ફૂડ સેક્ટરમાં ઉદ્યોગસાહસિકતા વિકસાવવા કટીબદ્ધ છે. તેની કુશળતા અને સપોર્ટથી ટીમ ઉભરતાં ઉદ્યોગસાહસિકોને અજય’સ સાથે વૃદ્ધિ સાધવા તથા વધુ તકો હાંસલ કરવા મદદરૂપ બને છે. અજય’સના ક્યુએસઆર ચેઇને 120થી વધુ લોકોને તેમના ઉદ્યોગસાહસિકતાના સપનાને સાકાર કરવામાં તથા આઉટલેટ્સ ઉપર 450થી વધુ લોકો માટે રોજગારની તકોનું સર્જન કરવામાં મદદ કરી છે.
દેશભરમાં સૌથી મોટા QSR ચેઇન બનવાના વિઝન સાથે અજય ઉભરતાં ઉદ્યોગસાહસિકોને નફાકારક ફ્રેન્ચાઇઝીની તકો ઓફર કરી રહ્યું છે, જેઓ ફૂડ માટે સમાન જુસ્સો તથા ઉત્કૃષ્ટતા માટે કટીબદ્ધ હોય. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં અજય ઝડપી વૃદ્ધિ સાધી રહ્યું છે તથા તેણે એપ્રિલ, 2023માં અમદાવાદમાં ત્રણ આઉટલેટ્સ શરૂ કર્યાં છે. પોતાની ઉત્કૃષ્ટતા, સિદ્ધાંતો અને મીશન સાથે સુસંગત રહેતાં અજય’સ આગામી વર્ષોમાં ફૂડ ઇન્ડસ્ટ્રી ઉપર નોંધપાત્ર અસરો પેદા કરવા માટે સજ્જ છે.